અઘોર નગારાં... કવિતા...

*અઘોર નગારાં* ભક્તિ ગીત.. ૨૨-૩-૨૦૨૧

અઘોર નગારાં વાગે,
દડબડ, દડબડ ગોરના કુવે નગારાં વાગે;
ચેહર મા હાજરાહજૂર આવે.

અઘોર નગારાં વાગે,
ઘંટનાદનો ઘંટરાવ વાગે;
સાંભળીને ચેહર મા હરખાય.

અઘોર નગારાં વાગે,
શંખનાદ નો મધુર નાદ ગુંજે;
સાંભળીને મા અમી નજર કરે.

અઘોર નગારાં વાગે,
ભકતો ભાવના સભર હૈયે પોકારે;
ચેહર મા વાયુવેગે આવે.

અઘોર નગારાં વાગે,
માઈ ભકત રમેશ ભાઈ અરજ કરે;
સાંભળીને ચેહર મા લાજ રાખે.
ભાવના ભટ્ટ અમદાવાદ...
➖〰️➖〰️➖〰️➖〰️➖

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ