અદભુત વનરાજી...૨૭-૧૧-૨૦૨૦
*શિર્ષક :- અદભુત વનરાજી* ૨૭-૧૧-૨૦૨૦ એક એક મળીને અનેક વિકસ્યાં, આ અદભુત વનરાજી નાં ઝૂંડ. લીલી જાજમ પાથરીને સુંદર દીસે, માનવ જીવનમાં ઉપયોગી વનસ્પતિ દીસે. નીરખે રોમે રોમ, આ આહલાદક દ્રશ્યથી, નમતું શિશ ભાવના ભરેલું ઈશ ના ચરણોમાં શ્રધ્ધાથી. વનમાં ડાળ ડાળ ફૂલો, ફળોથી લચી રહી, માનવ માટે આ અનેરો મહેરામણ ઈશે રચી. વન, વન ઉપવન તરુ ફૂલ, ફળ નો અદભુત નજારો, વિધ વિધ પુષ્પો ભર્યા અદભુત વનરાજી નો નજારો.. ભાવના ભટ્ટ અમદાવાદ.... ➖➖➖➖➖➖➖➖