અદભુત વનરાજી...૨૭-૧૧-૨૦૨૦
*શિર્ષક :- અદભુત વનરાજી* ૨૭-૧૧-૨૦૨૦
એક એક મળીને અનેક વિકસ્યાં,
આ અદભુત વનરાજી નાં ઝૂંડ.
લીલી જાજમ પાથરીને સુંદર દીસે,
માનવ જીવનમાં ઉપયોગી વનસ્પતિ દીસે.
નીરખે રોમે રોમ, આ આહલાદક દ્રશ્યથી,
નમતું શિશ ભાવના ભરેલું ઈશ ના ચરણોમાં શ્રધ્ધાથી.
વનમાં ડાળ ડાળ ફૂલો, ફળોથી લચી રહી,
માનવ માટે આ અનેરો મહેરામણ ઈશે રચી.
વન, વન ઉપવન તરુ ફૂલ, ફળ નો અદભુત નજારો,
વિધ વિધ પુષ્પો ભર્યા અદભુત વનરાજી નો નજારો..
ભાવના ભટ્ટ અમદાવાદ....
➖➖➖➖➖➖➖➖
Comments
Post a Comment