અનમોલ ચેહર મા
*અનમોલ ચેહર મા* ૧૭-૩-૨૦૨૧ અનમોલ ચેહર મા, આ કળિયુગમાં ચેહર મા જેવું હાજરાહજૂર બીજું કોઈ દેવી તત્વ નથી, ચેહર મા થી વધુ કોઈ કીંમતી રત્ન, ધનદોલત કે કોહીનૂર હીરો કશું જ નથી. સૌથી મોઘું રત્ન કોઈ હોય તો તે મારી ચેહર મા છે... ભાવના સભર હૈયે પોકારો ચેહર મા વાયુવેગે આવે છે. ચેહર મા અનમોલ છે. ચેહર મા અમે ભવોભવ તમારાં કરજદાર જ રહીશું, કારણકે તમારી અશીમ કૃપાનું વ્યાજ પણ તમને આપવા સમર્થ નથી અમે; મા ભગવતી નાં દર્શને દુઃખ દૂર થાય છે, પાવર વાળી ચેહર મા દયા ની દેવી છે; જેવી શ્રધ્ધા અને ભરોસો રાખો એવાં કામ પાર પાડે છે, આવાં દયાળુ ચેહર મા ને કોટી કોટી પ્રણામ.. ભાવના ભટ્ટ અમદાવાદ... ➖〰️➖〰️➖〰️➖〰️➖