આભારી છું
*આભારી છું* કવિતા.. ૪-૮-૨૦૨૦ આભારી છું જન્મ આપ્યો જે માતા-પિતાએ, મળ્યો આ દુનિયામાં આવવાનો લહાવો. જીંદગીની કિતાબ ખુલી વાત જાણે મહામૂલી શીખવ્યું, જીંદગીના રસ્તા પર ચાલતા શીખવ્યું. આભારી આ જીવન ને પ્રકાશ આપ્યો, મસ્તકમા જ્ઞાન નો પ્રકાશ પાથરી આપ્યો. આભારી છું મસ્તક પર સ્નેહ થી હાથ રાખ્યો, દુઃખોના દરિયામાં હામ આપી જીવંત રાખ્યો. ભાવના જીવન પતઝડ હતુ મા-બાપે શણગાયુઁ આ અવતારે, ઉપકારો કેમ કરી વિસારુ આ એક અવતારે. જન્મ આપી આ ધરતી પર અવતારી, ૠુણ તોયે શકુ ના આ જીવનમાં ઉતારી... ભાવના ભટ્ટ અમદાવાદ .....