આભારી છું
*આભારી છું* કવિતા.. ૪-૮-૨૦૨૦
આભારી છું જન્મ આપ્યો જે માતા-પિતાએ,
મળ્યો આ દુનિયામાં આવવાનો લહાવો.
જીંદગીની કિતાબ ખુલી વાત જાણે મહામૂલી શીખવ્યું,
જીંદગીના રસ્તા પર ચાલતા શીખવ્યું.
આભારી આ જીવન ને પ્રકાશ આપ્યો,
મસ્તકમા જ્ઞાન નો પ્રકાશ પાથરી આપ્યો.
આભારી છું મસ્તક પર સ્નેહ થી હાથ રાખ્યો,
દુઃખોના દરિયામાં હામ આપી જીવંત રાખ્યો.
ભાવના જીવન પતઝડ હતુ મા-બાપે શણગાયુઁ આ અવતારે,
ઉપકારો કેમ કરી વિસારુ આ એક અવતારે.
જન્મ આપી આ ધરતી પર અવતારી,
ૠુણ તોયે શકુ ના આ જીવનમાં ઉતારી...
ભાવના ભટ્ટ અમદાવાદ .....
Comments
Post a Comment