Posts

Showing posts with the label આરતી

આરતી

*આરતી*  *સ્વરચિત* ૨૨-૧૦-૨૦૩ જય ચેહર મા, ૐ જય ચેહર મા, શરણે આવ્યા બાળકો, લે જે ખોળે મા.. ૐ જય ચેહર મા.. ત્રિવિધ તાપ વિદારી પ્યારી સહુની મા, ભય હરવા ભક્તોનાં (૨) માફા જોડીને આવે.. ૐ જય ચેહર મા.. દેવો પણ સુખ પામવા નાંખે તુજથી ધા: મા નાંખે, અમૃતથી પણ અદકું (૨) કરૂણામયી તારું નામ... ૐ જય ચેહર મા. ગાયે જે ગુણ તારાં એનો બેડો કરે તું પાર મા, ભાવના ભર્યા હૈયે (૨) પોકારે એનો પકડે હાથ, ૐ જય ચેહર મા. સ્મરણ મનન તું જ કરતાં સુધરે આ અવતાર, ચોખ્ખાં કરીને ખોળે લે (૨) ટાળી દે હર સંકટ મા. ૐ જય ચેહર મા સ્નેહ સભર તું જ ગુણ સહુ પ્રેમે ગાયે આરતી, આ આરતી જે ગાયે(૨) ચેહર મા એનાં ટાળજો સૌ સંકટો... ૐ જય ચેહર મા... ભાવના ભટ્ટ અમદાવાદ.... ➖➖➖➖➖➖➖