આરતી

*આરતી*  *સ્વરચિત* ૨૨-૧૦-૨૦૩

જય ચેહર મા, ૐ જય ચેહર મા,
શરણે આવ્યા બાળકો, લે જે ખોળે મા.. ૐ જય ચેહર મા..

ત્રિવિધ તાપ વિદારી પ્યારી સહુની મા,
ભય હરવા ભક્તોનાં (૨) માફા જોડીને આવે.. ૐ જય ચેહર મા..

દેવો પણ સુખ પામવા નાંખે તુજથી ધા: મા નાંખે,
અમૃતથી પણ અદકું (૨) કરૂણામયી તારું નામ... ૐ જય ચેહર મા.

ગાયે જે ગુણ તારાં એનો બેડો કરે તું પાર મા,
ભાવના ભર્યા હૈયે (૨) પોકારે એનો પકડે હાથ, ૐ જય ચેહર મા.

સ્મરણ મનન તું જ કરતાં સુધરે આ અવતાર,
ચોખ્ખાં કરીને ખોળે લે (૨) ટાળી દે હર સંકટ મા. ૐ જય ચેહર મા

સ્નેહ સભર તું જ ગુણ સહુ પ્રેમે ગાયે આરતી,
આ આરતી જે ગાયે(૨) ચેહર મા એનાં ટાળજો સૌ સંકટો... ૐ જય ચેહર મા...
ભાવના ભટ્ટ અમદાવાદ....
➖➖➖➖➖➖➖

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ