એક આધાર ચેહર મા
*એક આધાર ચેહર મા* ભક્તિ ગીત... ૬-૮-૨૦૨૦ આ સ્વાર્થી દુનિયામાં હંકારી છે ,જીવન નૈયા, તારી કૃપાથી એને ભવસાગર પાર ઉતારજો ચેહર મા. આ દુનિયાની ભીડમાં રાખજે તરતી ને, પાર ઉતારજે મા, આ જીવન ઝુકાવ્યું છે તારા નામ ઉપર પાર ઉતારજે મા. આ જગતમાં પાછો પડું નહીં મહેનત કરવામાં, સફળતા અપાવજે મા, માઈ ભકત રમેશભાઈ એ હલેસાં નો ભાર તને સોંપ્યો છે મા. અંતરની ભાવના થી હોઠે તરતું રહે છે નામ તારું મા, ભટ્ટ પરિવાર નું મન ભર્યું રહે એક તારો આધાર છે મા. આ જિંદગીમાં છો ને ઉઠતાં રહે વમળ-આંધી, માફા જોડી આવે મા, ગવૈયા, સેવકોએ સોંપી તને બાજી વ્હારે વેહલા આવજો મા.... ભાવના ભટ્ટ અમદાવાદ...