એક આધાર ચેહર મા

*એક આધાર ચેહર મા* ભક્તિ ગીત... ૬-૮-૨૦૨૦

આ સ્વાર્થી દુનિયામાં હંકારી છે ,જીવન નૈયા,
તારી કૃપાથી એને ભવસાગર પાર ઉતારજો ચેહર મા.
 
આ દુનિયાની ભીડમાં રાખજે તરતી ને, પાર ઉતારજે મા,
આ જીવન ઝુકાવ્યું છે તારા નામ ઉપર  પાર ઉતારજે મા.

આ જગતમાં પાછો પડું નહીં મહેનત કરવામાં, સફળતા અપાવજે મા,
માઈ ભકત રમેશભાઈ એ હલેસાં નો ભાર તને સોંપ્યો છે મા.

અંતરની ભાવના થી હોઠે તરતું રહે છે નામ તારું મા,
ભટ્ટ પરિવાર નું ‌મન ભર્યું  રહે એક તારો આધાર છે મા.

આ જિંદગીમાં છો ને ઉઠતાં રહે વમળ-આંધી, માફા જોડી આવે મા, 
ગવૈયા, સેવકોએ સોંપી તને બાજી વ્હારે વેહલા આવજો મા....
ભાવના ભટ્ટ અમદાવાદ...

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ