Posts

Showing posts with the label કક્કો

કક્કો..... ૧૦-૧૨-૨૦૨૦

*કક્કો* ૧૦-૧૨-૨૦૨૦ *ક* એટલે કોરોના *ખ* એટલે ખબરદાર રહીએ *ગ* એટલે ગંભીર બનીએ *ઘ*  એટલે ઘરમાં રહીએ *ચ* એટલે ચેતીને ચાલીએ *છ* એટલે છીંક ખાતાં રૂમાલ રાખીએ *જ* એટલે જતન કરીએ શરીરનું *ઝ* એટલે ઝડપથી ઘરે પહોંચવું *ટ* એટલે ટક્કર લેવી મહામારી સામે *ઠ*  એટલે ઠાકોર પર ભરોસો રાખવો *ઢ*  એટલે ઢીલાં નાં પડવું  *ણ* એટલે ક્ષીણ નાં થવું *ત* એટલે તકલીફથી નાં ડરવું *થ* એટલે થાકીને બેસવું નહીં *દ* એટલે દવા લેવી *ધ* એટલે ધરપત રાખવી *ન* એટલે નાકને ઢાંકવું *પ* એટલે પાણી ગરમ પીવું *ફ* એટલે ફટકડીનો ઉપયોગ કરવો *બ* એટલે બહાર નિકળવું નહીં *ભ* એટલે ભાવનામાં નાં વહેવું *મ* એટલે માસ્ક બાંધવું *ય*  એટલે યાદ કરો રામ ને *ર*  એટલે રસ પીવો ખાટા *લ* એટલે લોહી વધારવું *વ* એટલે વાદ વિવાદથી દૂર રહેવું *સ* એટલે સદા ખુશ રહો *ષ* એટલે ષડયંત્ર થી દૂર રહેવું *શ* એટલે શંકા નાં રાખવી *હ* એટલે હળવો ખોરાક લેવો *ક્ષ* એટલે ક્ષણિક ગાફેલ ન રેહવુ *જ્ઞ* એટલે અજ્ઞાનતા નાં રાખો કક્કો પાક્કો કરશો તો જિંદગી સુધરશે.. અને કોરોના થી બચી શકાશે.... ભાવના ભટ્ટ અમદાવાદ.... ➖〰️➖〰️➖〰️➖〰️➖