કક્કો..... ૧૦-૧૨-૨૦૨૦
*કક્કો* ૧૦-૧૨-૨૦૨૦
*ક* એટલે કોરોના
*ખ* એટલે ખબરદાર રહીએ
*ગ* એટલે ગંભીર બનીએ
*ઘ* એટલે ઘરમાં રહીએ
*ચ* એટલે ચેતીને ચાલીએ
*છ* એટલે છીંક ખાતાં રૂમાલ રાખીએ
*જ* એટલે જતન કરીએ શરીરનું
*ઝ* એટલે ઝડપથી ઘરે પહોંચવું
*ટ* એટલે ટક્કર લેવી મહામારી સામે
*ઠ* એટલે ઠાકોર પર ભરોસો રાખવો
*ઢ* એટલે ઢીલાં નાં પડવું
*ણ* એટલે ક્ષીણ નાં થવું
*ત* એટલે તકલીફથી નાં ડરવું
*થ* એટલે થાકીને બેસવું નહીં
*દ* એટલે દવા લેવી
*ધ* એટલે ધરપત રાખવી
*ન* એટલે નાકને ઢાંકવું
*પ* એટલે પાણી ગરમ પીવું
*ફ* એટલે ફટકડીનો ઉપયોગ કરવો
*બ* એટલે બહાર નિકળવું નહીં
*ભ* એટલે ભાવનામાં નાં વહેવું
*મ* એટલે માસ્ક બાંધવું
*ય* એટલે યાદ કરો રામ ને
*ર* એટલે રસ પીવો ખાટા
*લ* એટલે લોહી વધારવું
*વ* એટલે વાદ વિવાદથી દૂર રહેવું
*સ* એટલે સદા ખુશ રહો
*ષ* એટલે ષડયંત્ર થી દૂર રહેવું
*શ* એટલે શંકા નાં રાખવી
*હ* એટલે હળવો ખોરાક લેવો
*ક્ષ* એટલે ક્ષણિક ગાફેલ ન રેહવુ
*જ્ઞ* એટલે અજ્ઞાનતા નાં રાખો
કક્કો પાક્કો કરશો તો જિંદગી સુધરશે..
અને કોરોના થી બચી શકાશે....
ભાવના ભટ્ટ અમદાવાદ....
➖〰️➖〰️➖〰️➖〰️➖
Comments
Post a Comment