Posts

Showing posts with the label જગત

જગત...૨૨-૧૧-૨૦૨૦

*જગત*    ૨૨-૧૧-૨૦૨૦ આ જ જગત છે જે ઈશ્ચરનુ રચેલ છે,  થોડા નિસ્વાર્થી ઝાઝા સ્વાર્થી તો પણ મજાનું છે. જો આવડે જીવતા તો મોજ છે,  નહીંતર પરેશાનીઓ અપાર છે.  આ જગત કેવું રમણીય છે,  જાણે કોઈ વહી જતું સુંદર ઝરણું છે.  ભાવનાના ભાવથી જુવો આ જગત છે,  જાણે બંધ આંખે દેખાતું સરલ શમણું છે.  વાત સાવ ટૂંકી ને ટચ છે,  લાગણીઓ જ લાંબી લચ છે.  સુખ અને દુઃખના બે છેડા વચ્ચે આ જગત છે,  જીવન જરીક શમણાં અને અઢળક ભ્રમણા છે...  ભાવના ભટ્ટ અમદાવાદ.... ➖〰️➖〰️➖〰️➖〰️➖