જગત...૨૨-૧૧-૨૦૨૦
*જગત* ૨૨-૧૧-૨૦૨૦
આ જ જગત છે જે ઈશ્ચરનુ રચેલ છે,
થોડા નિસ્વાર્થી ઝાઝા સ્વાર્થી તો પણ મજાનું છે.
જો આવડે જીવતા તો મોજ છે,
નહીંતર પરેશાનીઓ અપાર છે.
આ જગત કેવું રમણીય છે,
જાણે કોઈ વહી જતું સુંદર ઝરણું છે.
ભાવનાના ભાવથી જુવો આ જગત છે,
જાણે બંધ આંખે દેખાતું સરલ શમણું છે.
વાત સાવ ટૂંકી ને ટચ છે,
લાગણીઓ જ લાંબી લચ છે.
સુખ અને દુઃખના બે છેડા વચ્ચે આ જગત છે,
જીવન જરીક શમણાં અને અઢળક ભ્રમણા છે...
ભાવના ભટ્ટ અમદાવાદ....
➖〰️➖〰️➖〰️➖〰️➖
Comments
Post a Comment