Posts

Showing posts with the label તારો ભરોસો મને

તારો ભરોસો મને

*તારો ભરોસો મને* વ્યંગાત્મક. ૪-૯-૨૦૨૧ એક તારો ભરોસો મને હતો, પણ ભરોસો તોડ્યો પંચાત કરી. દિલની વાત કહી ભરોસો રાખીને, તમે મીઠું મરચું ઉમેરીને; વાતને ગંભીર સ્વરૂપ આપ્યું. સંબંધોમાં તિરાડ પાડી દીધી, આવું કરવાથી શું લાભ થયો? નાહક સંબંધોમાં કડવાશ કરાવીને. તારો ભરોસો મને ભારી હતો, એ ભરોસો મને ભારી પડ્યો; ભાવના ઘવાઈને ભરોસો તૂટ્યો. ભૂલ મારાથી થઈ ભરોસો રાખીને, સ્ક્રીનશોટ ને રેકોર્ડિંગનાં યુગમાં; કે તમે આવી પંચાત કરી ને. ખ્યાલ તો હતો કે પંચાત કરો છો, પણ ભરોસો મને નડયો છે, મારાં ગણ્યાં ને મને જ નડયા છો *કોપી આરક્ષિત* *©* ભાવના ભટ્ટ અમદાવાદ... ➖〰️➖〰️➖〰️➖〰️➖