Posts

Showing posts with the label દેખા દેખીની ફેશન

ફેશન

*" ફેશન "* કવિતા...  કોણે કાઢી આ ફેશન,  કયાં થી આવી ફેશન???  જયાં જયાં જુવો ત્યાં દેખાય આ ફેશન.  ડોસો કરે ફેશન, ડોસી કરે ફેશન  સાસુ, વહુ કરે ફેશન,  ફેશન નો આ કળિકાળ.  કપડાં મા ફેશન,  ચોટલા મા ફેશન,  ઘરઘર માં આજે કરાય આ ફેશન.  લાડી કરે ફેશન,  માડી કરે ફેશન,  હાય હાય હવે શું થાય આ કેવી ફેશન.  જાળી જેવુ પહેરીને દેખાડો કરે આ ફેશન,  અડધા ઊઘાડાં દેખાય એવી આ ફેશન.  ઘર ને પોસાય ના વર ને પોસાય ના,  દિકરી કરે ફેશન,  જમાઈ કરે ફેશન.  " ભાવના કેર આ શો???  કોન સમઝાવે,  હળાહળ વાયરો વાયો છે આ ફેશન નો... ભાવના ભટ્ટ અમદાવાદ..