Posts

Showing posts with the label પરંપરા

પરંપરા... ૧૭-૧૧-૨૦૨૦

પરંપરા .... ૧૭-૧૧-૨૦૨૦ થાય છે કે આ પરંપરા બદલી દવ,  રીત બદલુ,  રીવાજ બદલી દવ.  ખોટા રિવાજો ની હારમાળા બદલી દવ,  ધર્મ ના નામે ચાલતા આ ધતિંગ બદલી દવ.  મરણ પછી ની ખોટી ઉત્તર ક્રિયા બદલી દવ,  બારમા, તેરમા ના નામનો જમણવાર બદલી દવ.  કાલ ની વાત કાલ પર છોડી,  આજ ને આજ,  આજ બદલી દવ.  લગ્નમાં ચાલતા ખોટા વ્યવહાર બદલી દવ,  દહેજ ના નામે ચાલતો વેપાર બદલી દવ.  ભાવના આ દંભી પરંપરા નો દંભ બદલી દવ,  કર્મ કાંડ ના નામે ચાલતો વેપાર બદલી દવ.....  ભાવના ભટ્ટ અમદાવાદ....

રસમ

* રસમ * કવિતા.. ૮-૮-૨૦૨૦ શનિવાર મને બોલાવી કે ના બોલાવી, તોય આવી તમારે ગામ રે,  મારો ધર્મ ગણુ કે ફર્જ ગણુ આવી રસમ નિભાવા રે.  મને સત્કારો કે, ધુત્કારો, મારે સરખું છે તમામ રે,  મારી ભાવનાઓ સમજો કે ના, આવી રસમ નાભાવા રે.  હું તો મારો ધર્મ ગણીને, નીકળી હરિરસ પાવા રે,  પાન કરે પ્રારબ્ધિ પ્રેમે, હોંશે હરિ ગુણ ગાવા રે.  ચાહે દુઃખ પડે, ચાહે સુખ પડે આવી તમ દ્રાર રે,  હવે હાસ ના હૈયે હામ, રસમ નિભાવી જાવુ રે.  વાણી, વિવેક, વર્તન નમ્ર રાખી આવી તમ દ્રાર રે,  કુરિવાજોની બદી છોડી, રસમ નિભાવી જાવુ રે...  ભાવના ભટ્ટ અમદાવાદ.....