પરંપરા... ૧૭-૧૧-૨૦૨૦

પરંપરા .... ૧૭-૧૧-૨૦૨૦

થાય છે કે આ પરંપરા બદલી દવ, 
રીત બદલુ,  રીવાજ બદલી દવ. 

ખોટા રિવાજો ની હારમાળા બદલી દવ, 
ધર્મ ના નામે ચાલતા આ ધતિંગ બદલી દવ. 

મરણ પછી ની ખોટી ઉત્તર ક્રિયા બદલી દવ, 
બારમા, તેરમા ના નામનો જમણવાર બદલી દવ. 

કાલ ની વાત કાલ પર છોડી, 
આજ ને આજ,  આજ બદલી દવ. 

લગ્નમાં ચાલતા ખોટા વ્યવહાર બદલી દવ, 
દહેજ ના નામે ચાલતો વેપાર બદલી દવ. 

ભાવના આ દંભી પરંપરા નો દંભ બદલી દવ, 
કર્મ કાંડ ના નામે ચાલતો વેપાર બદલી દવ..... 

ભાવના ભટ્ટ અમદાવાદ....

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ