Posts

Showing posts with the label પૂજા

પૂજા

*પૂજા* ૧૩-૯-૨૦૨૦ રવિવાર આત્મા નો  આનંદ  પૂજા, ભક્તિનો માર્ગ એટલે પૂજા.  શ્રધ્ધાની સફર એટલે પૂજા, વિશ્વાસનો  આધાર   પૂજા. મનથી  સેવા  એટલે  પૂજા, જિદગીનો મોડ એટલે પૂજા. ભકિતભાવ   એટલે   પૂજા. ભાવનાનો ભાવ એટલે પૂજા. ઈશને રાજી કરવા કરું પૂજા, યજ્ઞની આહૂતિ એટલે પૂજા. પરિવારની  રક્ષા કાજે પૂજા, કુમળા છોડ કાજે થાય પૂજા. સંસ્કારનો વારસો એટલે પૂજા, ધૂપ,નિવેદની સુગંધ એટલે પૂજા.. ભાવના ભટ્ટ અમદાવાદ.....

ભક્તિ

ભક્તિ .... લેખ...૧-૯-૨૦૨૦ મંગળવાર  ભકિત હોય ત્યાં પૂરાવા ની ક્યાં જરૂર છે. અને પૂરાવા ની જરૂર હોય ત્યાં ભકિત નુ શું કામ???. ભકિત ના કોઈ રૂપ રંગ નથી હોતા તમારા દિલ ની સાચી ભાવના છે. ભક્તિ હોય તો પથ્થર મા ભગવાન છે અને ભકિત ના હોય તો ભગવાન પણ પથ્થર જ છે. ભક્તિ એ વારસા મા નથી મળતી એ તો તમારા દિલ નો અહેસાસ છે. ભક્તિ અને અાંડબર વચ્ચે એક પાતળી ભેદ રેખા છે. ભક્તિ અને આસ્થાનું પ્રતિક સાચો ભાવ છે. ભક્તિ અને વિશ્ચવાસ સિક્કા ની બે બાજુ છે  જેમકે હૂં લખુ છું પુરી ભકિત થી અને તમે વાંચો છો એ મારો વિશ્વાસ છે. ભાવના વિના ભકિત અને ભકિત વિના ભાવના અધૂરી છે.. ભાવના ભટ્ટ અમદાવાદ...