Posts

Showing posts with the label પ્રતિબિંબ

પ્રતિબિંબ...૧૦-૧૨-૨૦૨૦

*પ્રતિબિંબ* ૧૦-૧૨-૨૦૨૦ આ યાદમાં ફક્ત એક તારું પ્રતિબિંબ છે, મેઘા, સરગમ આબેહૂબ મારું જ પ્રતિબિંબ છે. આગમન તમારું આ જનમ સફળ થયો છે, દિલમાં ઉમડતી ભાવના પ્રતિબિંબમાં ઝીલાય છે.  તમારી સ્નેહાળ દૃષ્ટિથી પ્રભાવિત થવાય છે, નજદીકી નહીં પણ દૂરથી પણ પ્રેમ ઉભરાઈ છે. આ દુનિયામાં પ્રતિબિંબ સહજ ક્યાં છે, ઈશ્વર ની અગાધ કૃપા અહીં પમાય છે. લાગણીનો સિલસિલો આમજ વહે છે, નિર્મળ તમારાં હાસ્યમાં જીવન આમજ વહે છે. હૈયામાં નિરંતર તમારું પ્રતિબિંબ જ રહે છે, અદભુત સમન્વય લાડલી પ્રતિબિંબ રૂપે મળી છે. ભાવના ભટ્ટ અમદાવાદ.. ➖〰️➖〰️➖〰️➖〰️➖