પ્રતિબિંબ...૧૦-૧૨-૨૦૨૦

*પ્રતિબિંબ* ૧૦-૧૨-૨૦૨૦

આ યાદમાં ફક્ત એક તારું પ્રતિબિંબ છે,
મેઘા, સરગમ આબેહૂબ મારું જ પ્રતિબિંબ છે.

આગમન તમારું આ જનમ સફળ થયો છે,
દિલમાં ઉમડતી ભાવના પ્રતિબિંબમાં ઝીલાય છે. 

તમારી સ્નેહાળ દૃષ્ટિથી પ્રભાવિત થવાય છે,
નજદીકી નહીં પણ દૂરથી પણ પ્રેમ ઉભરાઈ છે.

આ દુનિયામાં પ્રતિબિંબ સહજ ક્યાં છે,
ઈશ્વર ની અગાધ કૃપા અહીં પમાય છે.

લાગણીનો સિલસિલો આમજ વહે છે,
નિર્મળ તમારાં હાસ્યમાં જીવન આમજ વહે છે.

હૈયામાં નિરંતર તમારું પ્રતિબિંબ જ રહે છે,
અદભુત સમન્વય લાડલી પ્રતિબિંબ રૂપે મળી છે.
ભાવના ભટ્ટ અમદાવાદ..
➖〰️➖〰️➖〰️➖〰️➖

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ