મા નાં ચરણોમાં
*મા નાં ચરણોમાં* ભક્તિ ભાવ... ૨૦-૧૦-૨૦૨૦ અર્પણ સર્વસ્વ ચેહર મા તારાં ચરણોમાં, તન,મન,ધન બધું જ તારાં ચરણોમાં. ચૂંદડી છે વ્હાલની ભાવના ભર્યા આ ભાવથી, આજ લાવી નવલખો હાર અંતરનાં ભાવથી. ધૂપ,દીવા,ફૂલ,મોતી શુદ્ધ ના કોઈ તોયે લાવી, આજ આવી તારાં મઢડે દિલનાં શુદ્ધ ભાવ લાવી. ચાંદ,તારા,આભ દરિયા સકળ તારો જ વાસ છે, તારું જ આપેલું ચેહર મા તને અર્પણ કર્યું છે. નાવ શ્વાસ કેરી પાર કરજે આ જગતમાં માવડી, ભટ્ટ કુટુંબ ઉપર અમી નજર રાખજો માવડી.. ભાવના ભટ્ટ અમદાવાદ... ➖➖➖➖➖➖➖