મા નાં ચરણોમાં

*મા નાં ચરણોમાં* ભક્તિ ભાવ... ૨૦-૧૦-૨૦૨૦

અર્પણ સર્વસ્વ ચેહર મા તારાં ચરણોમાં,
તન,મન,ધન બધું જ તારાં ચરણોમાં.

ચૂંદડી છે વ્હાલની ભાવના ભર્યા આ ભાવથી,
આજ લાવી નવલખો હાર અંતરનાં ભાવથી.

ધૂપ,દીવા,ફૂલ,મોતી શુદ્ધ ના કોઈ તોયે લાવી,
આજ આવી તારાં મઢડે દિલનાં શુદ્ધ ભાવ લાવી.

ચાંદ,તારા,આભ દરિયા સકળ તારો જ વાસ છે,
તારું જ આપેલું ચેહર મા તને અર્પણ કર્યું છે.

નાવ શ્વાસ કેરી પાર કરજે આ જગતમાં માવડી,
ભટ્ટ કુટુંબ ઉપર અમી નજર રાખજો માવડી..
ભાવના ભટ્ટ અમદાવાદ...
➖➖➖➖➖➖➖

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ