રક્ષણ..... ૧૬-૧૨-૨૦૨૦
*રક્ષણ* ૧૬-૧૨-૨૦૨૦ એ સપ્તપદીની સાક્ષી એ, ગોરમહારાજ સમક્ષ, અગ્નિની શાખે હાથોમાં હાથ લઈ, એમણે વચન આપ્યું 'તું, આ જીવન તારું *રક્ષણ* કરીશ. ગમેતે સંજોગોમાં માત્ર, તારું રક્ષણ કરીશ. તને જ સાંભળીશ, તારી ભાવનાઓ સમજીશ. આજીવન તને સાચવીશ, અને તારું રક્ષા કવચ બનીશ. ક્ષણ માત્ર પણ, તારાથી દૂર નહીં રહે તારો રક્ષક. ભાવના ભટ્ટ અમદાવાદ.. ➖〰️➖〰️➖〰️➖〰️➖