રક્ષણ..... ૧૬-૧૨-૨૦૨૦

*રક્ષણ* ૧૬-૧૨-૨૦૨૦

એ સપ્તપદીની સાક્ષી એ, 

ગોરમહારાજ  સમક્ષ, 

અગ્નિની શાખે

હાથોમાં હાથ લઈ, 

એમણે  વચન આપ્યું 'તું, 

આ જીવન તારું *રક્ષણ* કરીશ.

ગમેતે સંજોગોમાં માત્ર,

તારું રક્ષણ કરીશ.

તને  જ  સાંભળીશ,

તારી ભાવનાઓ સમજીશ.

આજીવન   

તને સાચવીશ,

અને તારું રક્ષા કવચ બનીશ.

ક્ષણ  માત્ર પણ,

તારાથી દૂર નહીં રહે તારો રક્ષક.

ભાવના ભટ્ટ અમદાવાદ..
➖〰️➖〰️➖〰️➖〰️➖

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ