Posts

Showing posts with the label રુણી છું

આભારી છું

*આભારી છું* કવિતા.. ૪-૮-૨૦૨૦ આભારી છું જન્મ આપ્યો જે માતા-પિતાએ, મળ્યો આ દુનિયામાં આવવાનો લહાવો. જીંદગીની કિતાબ ખુલી વાત જાણે મહામૂલી શીખવ્યું,  જીંદગીના રસ્તા પર ચાલતા શીખવ્યું.  આભારી આ જીવન ને પ્રકાશ આપ્યો,  મસ્તકમા જ્ઞાન નો પ્રકાશ પાથરી આપ્યો.  આભારી છું મસ્તક પર સ્નેહ થી હાથ રાખ્યો,  દુઃખોના દરિયામાં હામ આપી જીવંત રાખ્યો.  ભાવના જીવન પતઝડ હતુ મા-બાપે શણગાયુઁ આ અવતારે,  ઉપકારો કેમ કરી વિસારુ આ એક અવતારે.  જન્મ આપી આ ધરતી પર અવતારી,  ૠુણ તોયે શકુ ના આ જીવનમાં ઉતારી... ભાવના ભટ્ટ અમદાવાદ .....