લલાટે લખી કસોટી
*લલાટે લખી કસોટી* અછાંદસ કાવ્ય..૮-૯-૨૦૨૦ લલાટે લખી દરેક ના આ જિંદગી ની કસોટી, એને પાર કર્યા વગર આગળ વધવાનું નથી. એને હસતાં પાર કરો કે રડતા પાર કરો કસોટી, એની ઠોકર થી અહીં કોઈ જ બચવાનું નથી. એક પછી એક દાવ ખેલતી જિંદગી ની કસોટી, કાળ ની કરડી નજર થી કોઈ જ બચવાનું નથી. ભાવનાઓમાં ભરમાઈ ઝીલતાં સૌવે આ કસોટી, છતાંય ખોટી લાગણીઓ થી કોઈ બચવાનું નથી. આંસુ છુપાવી હસતાં રહી આપવાની આ કસોટી, એમનમ તો કોઈને સુખ ક્યાંય મળવાનું નથી. ભાવના ભટ્ટ અમદાવાદ......