લલાટે લખી કસોટી

*લલાટે લખી કસોટી* અછાંદસ કાવ્ય..૮-૯-૨૦૨૦

લલાટે લખી દરેક ના આ જિંદગી ની કસોટી,
એને પાર કર્યા વગર આગળ વધવાનું નથી.

એને હસતાં પાર કરો કે રડતા પાર કરો કસોટી,
એની ઠોકર થી અહીં કોઈ  જ  બચવાનું નથી.

એક પછી એક દાવ ખેલતી  જિંદગી ની કસોટી,
કાળ ની કરડી નજર થી કોઈ જ બચવાનું નથી.

ભાવનાઓમાં ભરમાઈ ઝીલતાં સૌવે આ કસોટી,
છતાંય ખોટી લાગણીઓ થી કોઈ બચવાનું નથી.

આંસુ છુપાવી હસતાં રહી આપવાની આ કસોટી,
એમનમ તો  કોઈને  સુખ ક્યાંય  મળવાનું  નથી.
ભાવના ભટ્ટ અમદાવાદ......

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ