વહેમ
*વહેમ* મૌલિક રચના..૧૩-૧૦-૨૦૨૦ આ વહેમનાં ટોળા માણસોનાં છે, દિકરી બચાવો નારો સંસારે છે. બળાત્કારનાં જુલ્મથી ક્યાં બચી, દિકરી તો ચોધાર આંસુડે રડે છે. વહેમ સૌને મારું ઘર સલામત છે, માણસાઈ એમાં જ ખોવાઈ છે. ભાવના આ જોઈ હૈયું બળે છે, આકાશનો દાતા પણ લાચાર છે. હર રોજ બળાત્કાર અહીં થાય છે, આ વહેમથી તો મૌનનો અણસાર છે. આજે સુરક્ષિત દિકરી ક્યાં છે?, છળ કપટ કંટક પાથરી હરગલી છે.. ભાવના ભટ્ટ અમદાવાદ... ➖➖➖➖➖➖➖