વહેમ
*વહેમ* મૌલિક રચના..૧૩-૧૦-૨૦૨૦
આ વહેમનાં ટોળા માણસોનાં છે,
દિકરી બચાવો નારો સંસારે છે.
બળાત્કારનાં જુલ્મથી ક્યાં બચી,
દિકરી તો ચોધાર આંસુડે રડે છે.
વહેમ સૌને મારું ઘર સલામત છે,
માણસાઈ એમાં જ ખોવાઈ છે.
ભાવના આ જોઈ હૈયું બળે છે,
આકાશનો દાતા પણ લાચાર છે.
હર રોજ બળાત્કાર અહીં થાય છે,
આ વહેમથી તો મૌનનો અણસાર છે.
આજે સુરક્ષિત દિકરી ક્યાં છે?,
છળ કપટ કંટક પાથરી હરગલી છે..
ભાવના ભટ્ટ અમદાવાદ...
➖➖➖➖➖➖➖
Comments
Post a Comment