Posts

Showing posts with the label શોધું છું

શોધું છું

" શોધુ છું " અછાંદસ કાવ્ય..૨૯-૮-૨૦૨૦ વીતી ગયેલો એ સમય શોધુ છું,  મારૂ ખોવાયેલુ એ બાળપણ શોધુ છું.   ખબર નથી મને,  મને શુ ગમે છે???  દુનિયા ના ગમા અણગમા શોધુ છું. એ બાળપણ ની નાજુક યાદો ને, વોટસઅપ અને ફેસબુક મા શોધુ છું.  આખ આડા કાન આજ ને કરૂ છું,  અને રોજ એક નવી આવતીકાલ શોધુ છું. તારૂ મારૂ જયા સહિયારૂ હતુ, એ દોસ્તો ના ખભે શાંતી શોધુ છું. વ્યવહાર નહીં સ્વભાવ શોધુ છું, "ભાવના" દાવપેચ વગર નુ નિમઁળ હાસ્ય શોધુ છું.. ભાવના ભટ્ટ અમદાવાદ....