શોધું છું

" શોધુ છું " અછાંદસ કાવ્ય..૨૯-૮-૨૦૨૦
વીતી ગયેલો એ સમય શોધુ છું, 
મારૂ ખોવાયેલુ એ બાળપણ શોધુ છું.
 
ખબર નથી મને,  મને શુ ગમે છે??? 
દુનિયા ના ગમા અણગમા શોધુ છું.

એ બાળપણ ની નાજુક યાદો ને,
વોટસઅપ અને ફેસબુક મા શોધુ છું. 

આખ આડા કાન આજ ને કરૂ છું, 
અને રોજ એક નવી આવતીકાલ શોધુ છું.

તારૂ મારૂ જયા સહિયારૂ હતુ,
એ દોસ્તો ના ખભે શાંતી શોધુ છું.

વ્યવહાર નહીં સ્વભાવ શોધુ છું,
"ભાવના" દાવપેચ વગર નુ નિમઁળ હાસ્ય શોધુ છું..
ભાવના ભટ્ટ અમદાવાદ....

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ