મન ચેહર મા મંદિરે
*મન ચેહર મા મંદિરે*. ભકિત ગીત.
મનડું માળા બની મણકો થઈ ફરે છે.
તન મંદિરે ચેહર મા નું ગુંજન કરે છે.
ભાવના સભર ભાવથી ઓઢી માડીએ ચુંદડી,
ગોરનાકુવે એ નવરંગી સોહાય માની ચુંદડી.
રમેશભાઈ બોલાવે ભાવથી હાજર થાય ચેહર મા,
ગૈવયા ઓ ઉમળકો કરે છે દોડતી આવે ચેહર મા.
નાયણા નાગર નું રાખ્યું અમર જગમાં નામ જો,
નાગર પરિવાર દિલનાં ઉંડાળ થી વિનવે જો.
સેવકો ભાવે આરતી, અવાજ ઢોલક ની થાપ પર ગાય છે,
મંદિરમાં રણકતા સૂરથી ચેહર મા ની હાજરી મહેસૂસ થાય છે...
ભાવના ભટ્ટ અમદાવાદ....
Comments
Post a Comment