કોરો કાગળ
*કોરો કાગળ* અછાંદસ કાવ્ય. ૧૦-૯-૨૦૨૦
આમ જિંદગી કોરો કાગળ થવાની સંભાવનાઓ છે,
હજું નવું સરજાઈ શકવાની ઘણી સંભાવનાઓ છે.
નથી અફસોસ કે સંબંધમાં કોરો કાગળ બની રહી,
પુન: સંધાઈ શકવાની હજું ઘણી સંભાવનાઓ છે.
પરસ્પર પ્રેમ, ભાવના બતાવી જીવવાનું છે,
આમ ઘણું સચવાઈ શકવાની હજુ સંભાવનાઓ છે.
કોરા કાગળ પર નવું લખવાની સંભાવના છે,
કોરો કાગળ રંગાઈ શકવાની હજુ સંભાવનાઓ છે.
કોરો કાગળ સરગમ નાં સૂર ઝીલવા સદીઓથી ઉભું છે,
મેઘા ગાજવીજ કરશે હજુ સંભાવનાઓ છે.
નવેસરથી ચલો ભેગા મળીને કોરો કાગળ ચિતરીએ,
ખ્વાઈશ નાં રંગે રંગાવાની સંભાવનાઓ છે..
ભાવના ભટ્ટ અમદાવાદ...
Comments
Post a Comment