દુષ્કાળ

દુષ્કાળ.... લેખ...  ૨૮-૮-૨૦૨૦
દુષ્કાળ પડ્યો છે આજે માણસાઈ નો. માણસ ભાવના વિહોણો થઈ ગયો છે. દુષ્કાળ પડ્યો છે માણસ ની સચ્ચાઈ  નો. કુદરતી દુષ્કાળ તો કુદરત રૂઠે ત્યારે જ પડે પણ માણસે તો કુદરત ને પણ ગણકારી નથી.  આજે દુષ્કાળ પડ્યો છે માણસ ની માણસ પ્રત્યેની લાગણી નો. દુષ્કાળ પડ્યો છે પારિવારિક સંબંધોમાં.. દુષ્કાળ પડ્યો છે બીજા ને મદદરૂપ બનવાનો આજે તો બીજાના રૂપિયે લહેર કરવી ગમે છે બધાને. દુષ્કાળ પડ્યો છે સચ્ચાઈ નો આજે જયાં જુવો ત્યાં હું સાચો એ જ રટ હોય છે પણ જુઠાણાની ભરમાર હોય છે. દુષ્કાળ પડ્યો છે સાચા ન્યાય નો. 
ભાવના ભટ્ટ અમદાવાદ......

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ