આજે રંગે રમે માવડી

*આજે રંગે રમે માવડી* ભક્તિ ગીત... ૨૯-૩-૨૦૨૧

આજે રંગે રમે માવડી,
કોણ કોણ સાથે ધૂળેટી રમે;
અંબાજી,બહુચરાજીમાં, રંગે રમે 
આકાશમાં થી રંગોનો વરસાદ વરસે રે.

ગુલાલ,લાલ, પીળાં કેસરી છે રંગો,
રૂડા ખુશી ઉમંગોથી સર્વે દેવીઓ રમે;
ધૂળેટીનો તહેવાર દેવીઓ ઉજવે રે.

ખોડિયાર મા, મેલડી માં રંગે રમે,
નવદુર્ગા, ચોસઠ જોગણીઓ રંગે રમે;
રંગ ભરીને ચૂવાળ ચોકમાં રમે. 

ભાવના રંગોત્સવ દેવી મનાવે રે,
ચેહર મા આજે ધૂળેટી રમે રે;
ભુવાજી, પઢિયાર ને કંકુ છાંટે રે.

નીત-નવા રંગોથી સેવકોને રંગે રે,
દર્શનાર્થીઓને ગુલાલે રંગે રે;
આજે ચેહર મા રંગે રમે રે.

રંગ મસ્તીનો તહેવાર ધૂળેટી છે,
દેવીઓ એ કરી ઉજાણી રે;
માવડીએ રંગોની રમઝટ કરી રે..
ભાવના ભટ્ટ અમદાવાદ....
➖〰️➖〰️➖〰️➖〰️➖

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ