વરસોનાં હિસાબ
*વરસોનાં હિસાબ* અછાંદસ કાવ્ય. 30-9-2020
આવો ભીતર ખોલીને વરસોનાં હિસાબ બતાવી દઉં,
આવે ઈશ્વર તો કાળજાને ખોલીને બતાવી દઉં.
કેવું ફફડતું કલ્પાત કરતું અંત સમયનું રુદન છે,
આંસુ અંદર ને બહાર શાંત હોવાનો ઢોંગ કરે છે.
વરસોનાં હિસાબ ઈશ્વરને પલમાં મળી જાય છે,
જોઈ સાચુ કે ખોટું ન્યાયાધીશ ન્યાય કરે છે.
એક નજર હટે નહિ સામે જોઈને કર્મ હિસાબ છે,
ચહેરા નહીં વરસોનાં હિસાબ જોવાય છે.
વરસોનાં હિસાબ નાં લેખાં જોખા જોવાય છે,
એટલેજ ઈશ કર્મ નાં સિદ્ધાંત પ્રમાણે કરે છે..
ભાવના ભટ્ટ અમદાવાદ..
Comments
Post a Comment