ખોવાઈ જવાય છૂ

*ખોવાઈ જવાય છે* અછાંદસ કાવ્ય. ૫-૯-૨૦૨૦

આ વેદનાનાં ભારથી ખોવાઈ જવાય છે,
હવે તો રહી ગઈ વાત ને જિંદગી વાર્તા બની ગઈ છે.

નિકટ થવાનું રહ્યું નહિ ને દૂરતા જીવન બની ગઈ છે,
મળવાની તો શક્યતા સ્વપ્ન બની ગઈ છે.

આ સમયે ભાવના આમ જ બધાની ખોવાઈ ગઈ છે,
ઉઘાડું ઘર હવે તાળું ક્યાંય નજરકેદ થઈ ગયું છે.

અજાણ્યો બનીને જીવી ન શક્યો ને ખોવાઈ જવાય છે,
નગરથી દૂર જઈને રહેવાનાં મનસૂબા જ રહ્યાં છે.

આમ વિખરાઈ ગઈ તમામ ક્ષણો ને શાંતી શોધે છે,
નિરાંત થઈ કે  અશાંતિ ની કોઈ પલ રહી ક્યાં છે.

વિચારતો જ રહ્યો માનવ વાતનો વિસ્તાર ક્યાં પમાય છે,
નામ અમર કરું એવી ધગશ ક્યાં હવે કળાય છે....
ભાવના ભટ્ટ અમદાવાદ.....

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ