હરખ

*હરખ* અછાંદસ કાવ્ય.૯-૯-૨૦૨૦ બુધવાર

 આમ હરખને પણ કોઈ કારણ જોઈએ,
પ્રસંગ કે કોઈ આનંદ ની ક્ષણ જોઈએ.

હરખમાં પણ થોડુ ગળપણ જોઈએ,
મજાક પણ સ્યુગર ફ્રી હોવી જોઈએ.

એમ તે કઈ હરખ લખે હરખ નાં ઉપજે,
અંતરે થી કાંઈ સળવળ ભાવના થાય તો ઉપજે.

આમજ કૈ પશુ,પંખી, પ્રાણી હરખાઈ ફરે છે,
પણ માણસને તો તેનું ય વળગણ જોઈએ.

ફક્ત હા,હા કરવાથી હરખ નાં આવે,
ભીતરે પણ આનંદની ચણભણ જોઈએ...
ભાવના ભટ્ટ અમદાવાદ.....

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ