લાગણી...
*લેખ :- લાગણી* ૭-૧૦-૨૦૨૦
લાગણી અને માંગણી સંબંધોમાં એકસાથે ન ટકી શકે.. લાગણી ભરેલાં સંબંધોમાં માંગણી શરૂ થાય એટલે એ સંબંધોમાં તિરાડ પડે છે.. સંબંધોમાં લાગણીઓ ને જ મહત્વ આપવું જોઈએ અપેક્ષા અને અહમ કરવાથી તો કોઈ સંબંધ ટકી ન શકે...
માટે લાગણી અદભુત ચીજ છે એને ઓળખીને સંબંધ મજબૂત બનાવીએ.. લાગણી અને અપેક્ષાઓ એક સાથે રહીજ નાં શકે કારણકે નિર્મળ લાગણીઓ હોય ત્યાં અપેક્ષા ગૌણ બની જાય છે....
એમ જ લાગણી અને અહમ સાથે નાં રહી શકે કારણકે અહમ માં રહેનારી વ્યક્તિ ને બીજાની લાગણીઓ કે પ્રેમ નજરમાં નથી આવતાં...
માટેજ લાગણી અપેક્ષા વિહોણી અને અહમ વગર ની બનશે ત્યારે જ ઈશ્વરની ઝલક મળશે ને સંબંધોમાં તિરાડ નહીં પડે... આવી નિર્મળ લાગણીને ઈશ્વર સાક્ષાત્કાર કરાવે છે એ સંબંધોમાં સરગમ પર ગીત બનીને ઉતરે છે અને એ સંબંધો સાત્વિક બને છે...
ભાવના ભટ્ટ અમદાવાદ....
Comments
Post a Comment