શરદ પૂર્ણિમા

*શરદ પૂર્ણિમા*   લેખ...  ૩૧-૧૦-૨૦૨૦ શનિવાર

*આજે શરદ પૂર્ણિમા છે જેને શરદ પૂનમ પણ કહેવામાં આવે છે....* નવરાત્રી ની આરાધના પછી શરદ પૂર્ણિમા નું પણ આગવું મહત્વ છે... શરદ પૂનમ ના ઘણી જગ્યાએ ગરબા,રાસ રમાય છે આખી રાત પૂનમની શિતળ ચાંદનીમાં માનવ મહેરામણ ગરબે ઘુમે છે અને દૂધ પૌંઆ ખાય છે જેથી પિત નું શમન થાય છે અને નવદિવસ ના ઉપવાસ પછી પૂનમે માતાજી અને અગાશીમાં દૂધપૌંઆ મુકી ખાવાથી શરીરમાં શક્તિ અને શાંતિ મળે છે અને એસીડીટી અને પિત્ત નો નાશ થાય છે.... ખૈલયાઓને તો શરદ પૂર્ણિમા ના ઉજાગર વ્હાલા લાગે છે કારણ કે પોતાના સાથી સાથે ખુલ્લા મને ગરબે વધુ એક દિવસ રમવા મળે છે... પૂનમની રાત કેમ રળીયામણી ને રઢિયાળી લાગે છે, ખબર છે??? કારણકે ત્યારે ચાંદો પૂર બહારમાં ખીલી ઉઠે છે... સોળ શણગાર સજીને ચાંદની ઉતરી આવે છે અવનિ પર રાસ રમવા માટે... પૂનમ વખણાય છે ચાંદાના લીધે.... ચાંદો વ્હાલો લાગે છે એના સંપૂર્ણ વિકાસના લીધે... અને આમ જ જે સંપૂર્ણ વિકાસ પામે છે એ પૂનમની જેમ ખીલી ઉઠે છે અને પરિવાર અને સ્નેહીજનો ને શીતળ છાયા આપે છે.... 
*એક ગરબા ની પંક્તિ...*
" *શિર રૂપલા ઘડુલે રજનીના,* *રૂપલા રસ રેલાય.*
*ચીર ભીંજે અવનિના, ગગને ચાંદલીયો મલકાય..."*
*ભાવના ભટ્ટ અમદાવાદ.....*
➖〰️➖〰️➖〰️➖〰️➖

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ