વિશ્વ મેદસ્વીતા દિવસ

*વિશ્વ મેદસ્વીતા દિવસ* લેખ.. ૨૬-૧૦-૨૦૨૦ સોમવાર

આજે આખો દેશ મેદસ્વીતા થી પીડાઈ રહ્યો છે એનું કારણ એ છે કે ફાસ્ટ ફૂડ વધું ખવાય છે અને બેઠાડું જીવન જીવાય છે...
અત્યારે શ્રમ વાળું કોઈ કામ જ નથી રહ્યું ઈલેક્ટ્રોનિક અધતન સુવિધાઓ નો ઉપયોગ થાય છે...
પહેલાનાં જમાનામાં તો કપડાં ધોવા તળાવે જવું પડતું, પાણી કુવામાં થી અથવા હેડ પંપ થી ભરવું પડતું.. અનાજ ને છડવુ કે દળવુ એ બધું જ ઘરમાં થતું હતું અને સાત્વિક ભોજન જ લેવામાં આવતું હતું એની સામે અત્યારે બધું જ ઉંધુ ચક્ર ચાલુ છે... 
બહારની ખાણીપીણી નાં ચટકા અને શ્રમવગર નું જીવન એટલે મેદસ્વીતા વધતી જ જાય છે...
મેદસ્વિતા વધતાં યોગા ક્લાસ, જીમ, એરોબિક જોઈન્ટ કરે છે પણ પાંચ છ મહિના આ બધું ચાલે પછી પાછી મોજની જિંદગી જીવે એટલે મેદસ્વીતા વધતી જ જાય...શરીર ઉતારવા ડાયેટીગ કરે પણ પછી ખાવાનું ચાલુ કરે તો ખાવા પીવામાં કોઈ સંયમ નથી રાખતા એટલે દિનપ્રતિદિન મેદસ્વીતા વધતી જાય છે...
મેદસ્વિતા નાં નિવારણ માટે નિયમિત જીવન જીવવું જોઈએ... સાત્વિક ભોજન જમવું જોઈએ અને રોજ સવાર સાંજ ચાલવું જોઈએ ... ઘરનાં દરેક નાનાં મોટાં કામ જાતે કરવા જોઈએ... ચોકલેટ, આઈસ્ક્રીમ, ઠંડાં પીણાં અને સોડા અને જંક ફૂડ ને ત્રણ ચાર મહિનામાં એક વખત ખાવાં જોઈએ... 
ભાવના ભટ્ટ અમદાવાદ....
➖〰️➖〰️➖〰️➖〰️➖

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ