આરાધના ત્રીજું નોરતું

*આરાધના ત્રીજું નોરતું*    લેખ.... ૧૯-૧૦-૨૦૨૦

*આરાધના ના ત્રીજા દિવસે પરમ રહસ્યમય સિદ્વચક્રી મા ભગવતી ની અને ગુરુ ની આરાધના નો દિવસ છે...*
આજનું ત્રીજું નોરતું શ્રી *ચંદ્રઘંટા માતાજી નું છે...*
*આજે ત્રીજો થયો ઉપવાસ હાલો દર્શન કરવા જઈએ*
" જે પક્ષી શ્રેષ્ઠ ગરુડ ઉપર આરૂઢ છે, ઉગ્ર કોપ ને રૌદ્રતાથી યુક્ત છે તથા ચંદ્રઘંટા નામથી વિખ્યાત છે, તે દુર્ગા દેવી આપણા સૌ ઉપર કૃપા નો વિસ્તાર કરે "....
આજના દિવસ થી આપણા આચાર અને વિચારો નું આરધના કરવામાં બહુ જ મહત્વનું સ્થાન ધરાવે છે.... આચારથી આખું વ્યક્તિત્વ પરખાય છે.... આચાર થી વિચારો નું વલણ જાણી શકાય છે અને આપણા આચાર જ આપણને ભક્તિ ના માર્ગ પર આગળ લઈ જાય છે...  સમગ્ર જીવ સૃષ્ટિ નું હિત જેમની અમીમય આંખમાં છે એ નવદુર્ગા ને ભજવા માટે આચાર અને વિચારો પવિત્ર હોવા જોઈએ તો દેવી ને પ્રસન્ન થતા વાર નથી લાગતી... સકળ સૃષ્ટિના તમામ જીવો પ્રત્યે મારા પરાયાની ભેદરેખા વગર જેમનું અવિરત વાત્સલ્ય વરસે છે એવા ભગવતી ને ભજવા નવ દિવસ આચાર ને નિયમોમાં રાખો તો બેડો પાર થઈ જાય... આ જીવન સફળ થઈ જાય અને માતાજી ની અસીમ કૃપા પ્રાપ્ત થઈ જાય.... તો આવો આપણે સૌ આપણા આચાર ને સંયમમાં રાખીએ....
*બોલો નવ દુર્ગા માતાની જય હો....*
ભાવના ભટ્ટ અમદાવાદ......
➖➖➖➖➖➖➖

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ