હોંકારો

*હોંકારો*    ૧૧-૧૦-૨૦૨૦
વ્યવહાર તો વ્યવહાર થી ઉજળા બની શકે, 
કોઈ હોંકારો દે તો પડઘો પડી શકે. 

થોડુ હુ નમુ,  થોડુ તમે નમો બસ, 
એમ દિલ થી દિલ સુધી રસ્તો બની શકે,

સાતેય કોઠે હોય સંતોષ તો, 
માણસ જુદી રીતે વિવેકી બની શકે. 

હોંકારો દેનારા કોઈ એક મળવો જોઈએ, 
તો જ સ્નેહ ના સુર રેલાઈ શકે. 

અમથું નથી ઝળહળ થવાતુ ભાવના બહારથી, 
દિલથી હોંકારો ભળે તો વાત બની શકે.. 

ભાવના ભટ્ટ  અમદાવાદ.......

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ