તહેવારો નું મહત્વ
*તહેવારોનું મહત્વ* લેખ.. ૧-૧૧-૨૦૨૦
આપણી ભારતીય સંસ્કૃતિમાં તહેવારોનું ખુબ જ મહત્વ છે...
દરેક તહેવાર અને તહેવારમાં ખવાતાં ભોજન નું એક આગવું મહત્વ છે જે આપણાં પૂર્વજોએ કહ્યું છે દરેક તહેવાર અને તહેવારો સાથે જોડાયેલી વાતો એ આપણાં માનવ જીવનમાં ખૂબ ઉપયોગી છે...
દરેક તહેવાર જિંદગીમાં એક નવો ઉત્સાહ અને ઉમંગ ભરી જાય છે...
રોજબરોજ ની ભાગદોડ ભરી જિદગીમાં તહેવારો નવી ઉર્જા આપે છે...
ઉતરાયણ, વસંતપંચમી, હોળી, ધૂળેટી, રક્ષાબંધન, શીતળા સાતમ, જન્માષ્ટમી, ચૈત્ર આસો નાં નવરાત્રી, શરદ પૂર્ણિમા, દિવાળી આમ વિધ વિધ તહેવારો જિંદગીમાં ઉત્સાહ નો સંચાર કરે છે અને વાર તહેવારો નાં ઉપવાસ થી સ્વસ્થતા પણ સારી રહે છે...
તહેવારો અનુસાર ખાણી પીણી થી કફ, પિત, પણ ઓછાં થાય છે...
આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આવતા તહેવારો નું મહત્વ માનવ જીવનમાં આગવું છે...
ભાવના ભટ્ટ અમદાવાદ.....
➖〰️➖〰️➖〰️➖〰️➖
Comments
Post a Comment