આજે ભાઈબીજ છે.. ૧૬-૧૧-૨૦૨૦

*અજે ભાઈબીજ છે*  લેખ... ૧૬-૧૧-૨૦૨૦ સોમવાર

આજે છે ભાઈબીજ... નશીબદાર હોય છે જેને ભાઈનો નિર્મળ પ્રેમ મળે છે અને ભાઈ બહેન નો સંબંધ અતૂટ રહે છે..... આજના દિવસે યમરાજ એમની બહેન મહારાણી શ્રીયમુનાજી ના ઘરે જમવા ગયા હતા એ સત્ય છે માનવું ના માનવું એ તમારા વિચારો પર નિર્ભર છે..... કહેવાય છે કે શ્રી યમુનાજી એ ભાઈ પાસે વચન લીધું હતું કે ભાઈબીજ ના દિવસે જેનું મૃત્યુ થાય એને યમના દૂતો ના સતાવે અને સીધો જ વૈકુંઠમાં વાસ થાય..... આથી જ ભાઈબીજ નું ખુબ જ મહત્વ છે.... આજનો દિવસ પણ એક પર્વ તરીકે ઉજવવામાં આવે છે... ઘણાં મંદિરોમાં ભાઈબીજ ની પૂજા કરાવામાં આવે છે અને જેને ભાઈ હોય એ બહેનના ઘરે જમવા જાય છે અને બહેનને આશિર્વાદ અને યથાશક્તિ ભેટ સૌગાત આપે છે... પારાવારિક ભાવનાઓ ના ભાવ - તંતુઓ ને આ તહેવાર ગૂંથી રાખે છે... સંબંધો ના જગતમાં અરસ પરસ ની હૂંફ બહું મહત્વનું ફેકટર છે..... ભાઈ બહેન ના પ્રેમ ને મજબુત અને અતૂટ રાખવા અપેક્ષાઓ ઓછી રાખીએ અને ગેરસમજ થી દૂર રહીએ... સંબંધો ને સુંવાળા રાખવા સમજ અપેક્ષિત છે... ગેરસમજની ગણતરીઓ સંબંધ ને ખરબચડા બનાવી દે છે અને પછી સર્જાય છે શૂન્યવકાશ અને લોકો ને બતાવવાનો દંભ અને દેખાડાનો સંબંધ.... તો આવા પવિત્ર સંબંધ ને નિર્મળ અને સ્વસ્થ રાખવા એ ભાઈ બહેન બંને ની ફરજ છે તો જ ભાવનાઓ ની નિર્મળ ગંગા વહે..... માટે આ પવિત્ર સંબંધ ને સાચવી રાખો... મજબૂત બનાવો... એક બનો, નેક બનો, એકબીજા ને ઉપયોગી બનો.....
હેપી ભાઈબીજ.... જય શ્રીકૃષ્ણ... જય શ્રીયમુનાજી....
હે મહારાણી શ્રીયમુનાજી બધાં ભાઈ બહના પ્રેમ અમર રાખજો..... જય હો...
ભાવના ભટ્ટ અમદાવાદ.....
➖〰️➖〰️➖〰️➖〰️➖

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ