આતમને અણસાર... ૨૦-૧૧-૨૦૨૦
*આતમ ને અણસાર* લેખ.. ૨૦-૧૧-૨૦૨૦
આભલાને સાફ કરવાથી કશું ના વળે
જાતને ચોખ્ખી કરીને સાબિતી આપજો દિલની ભાવનાઓ થી, બાકી આભલા સાફ કરવાથી કશું ના વળે,
આતમ ના અરીસા ને ચોખ્ખો કરીને સાબિતી આપજો.
આયખાના ઓવારે પહોંચ્યાં આ જિંદગી ના વ્હાણ છે. આ ખોળિયામાં હવે શ્વાસની તાણ રહે છે...પળેપળ અનુભવાય છે, આતમને અણસાર આ ઉડાન દેશાવરનો... ને નિરંતર ઘૂંટાય છે કોઈ ભેદી ભણકારા ને ભીતરે વમળ થઈ વલોવાય કર્મ ના લેખા જોખા નો ઓથાર અને વેદના સહે એ પ્રાણ છે.. આ ખોળિયામાં હવે શ્વાસની ખેંચતાણ છે... બદલાઈ જાય છે આ પરિસ્થિતિમાં દરેક નો સ્વભાવ. અને આતમ ને અણસાર આ બધું છોડીને ઉડી જવાનો... આતમ હવે તો હાથે મુક્તિના મંડપની સજાવટ કરે છે... દાગીના અને પોતિકી ના માયા ઓછી કરે છે... આતમને અણસાર આ ખોળિયામાં હવે શ્વાસની તાણ છે અને કાયા સાથ છોડી રહી છે.. આતમ ને અણસાર આવ્યો ને વિદાયની તૈયારી કરી લીધી... રહી ગઈ ફરીયાદ દિલની દિલમાં જ અને ભાવનાઓ થી સઘળું લૂંટાવી દીધું અને રૂપિયા રળવાની દોડધામમાં ના કરવાનાં કામ કર્યા અને અંતે પસ્તાવો રહી ગયો...
ભાવના ભટ્ટ અમદાવાદ.....
〰️➖〰️➖〰️➖〰️➖
Comments
Post a Comment