રમા એકાદશી...૧૧-૧૧-૨૦૨૦

*રમા એકાદશી*.  લેખ... ૧૧-૧૧-૨૦૨૦ બુધવાર..


આજે રમા એકાદશી છે  અને તારીખ પણ અગિયાર છે કેવો શુભ યોગ છે... આજથી આપણા પર્વ ચાલુ થાય છે... આજથી ઘેર ઘેર દીવા પ્રગટાવવામાં આવશે... રોશની નો ઝગમગાટ થશે... નવા નવા ફરસાણ અને મીઠાઈઓ બનાવવામાં આવે છે અથવા તૌયાર લાવવામાં આવે છે... નવા વસ્ત્રો અને બાળકો ને ફટાકડા લઈ આપીને ફટાકડા ફોડવા આપવામાં આવે છે... આમ આજથી સપરમા દિવસો ચાલુ થાય છે જે આપણા જીવનમાં ઉત્સાહ અને ઉમંગ ભરી દે છે અને જીવન જીવવા એક નવું બળ મળે છે... આવા તહેવાર આપણી જિંદગીમાં જોમ ભરી દે છે આમ રોજબરોજની જિંદગીમાં નવીન માહોલ અને ખુશી મળે છે... દરેક પોતપોતાના ઈષ્ટ દેવ, કુળદેવી અને લક્ષ્મીજી ની પૂજા કરે છે આ દિવસોમાં એક અલગ જ માહોલ ઉભો થાય છે... આમ રમા એકાદશી થી લાભ પાંચમ સુધી તહેવારો અને ખુશીઓનો માહોલ રચાય છે.... આમ આવા નવા દિવસોમાં સારા કાર્યો અને સારા વિચારો કરીને બીજા ને મદદરૂપ બનીને કોઈ ના ઘરમાં સાચી ભાવનાથી શ્રધ્ધા નો દિપ પ્રગટાવીએ અને કોઈનું જીવન રોશનીથી ભરી દઈએ....

ભાવના ભટ્ટ અમદાવાદ.....
➖〰️➖〰️➖〰️➖〰️➖

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ