પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળો છે.. ૨૫-૧૧-૨૦૨૦
*પુરૂષાર્થ વિના પ્રારબ્ધ પાંગળો છે*
*લેખ* ૨૫-૧૧-૨૦૨૦
આમ જુઓ તો માનવીનું જીવન પુરૂષાર્થ માટે જ છે.. પુરૂષાર્થ કરીને પ્રારબ્ધ ને ચમકાવવુ એ સોનેરી અવસર છે... જીવનનું ફુલ પુરૂષાર્થ ની સોડમાં જ વધુ ખિલે છે અને એનાથી પ્રારબ્ધ ચમકે છે અને જિંદગી મહેંકે છે...
પુરૂષાર્થ કરીને જિંદગીમાં આવેલી આંધીને દૂર કરીએ તો પ્રારબ્ધ ને ફળ આપવું જ પડે છે...
જિંદગી એટલે તો પુરૂષાર્થ કરીને સામી છાતીએ લડી લેવાની ખુમારી..!!!
બાકી એકલાં પ્રારબ્ધ નાં ભરોસે બેસવાથી સુખ નથી મળતું અને એટલેજ પ્રારબ્ધ નાં નામે માયુસી નાં પડખામાં ભરાઈ જવાથી જિંદગી બિમાર અને આળસુ બની જાય છે...
" કોઈ પૂછે તો કહેજો કે જિંદગી એ પુરૂષાર્થ "
અને
" પ્રારબ્ધ નાં ભરોસે બેસનાર કાયર અને આળસુ હોય છે"
જો જિંદગીમાં સફળતા મેળવવી હોય તો પુરૂષાર્થ કરીને પ્રારબ્ધ ચમકાવજો..
પુરૂષાર્થ અને પ્રારબ્ધ બે સાથે મળે તો માણસ ઉંચાઈ હાંસલ કરે છે...
ભાવના ભટ્ટ અમદાવાદ...
➖〰️➖〰️➖〰️➖〰️➖〰️➖
Comments
Post a Comment