ઓ દયાળુ ચેહર મા... લેખ

*ઓ દયાળુ ચેહર મા* લેખ... ૨૬-૩-૨૦૨૧

ઓ દયાળુ ચેહર મા તમારી અપાર કૃપા અને કરુણા અમારી ઉપર વરસાવતાં રહેજો...
ઓ ચેહર મા અમે કાળાં માથાનાં માનવી છીએ રોજબરોજ નાની મોટી ભૂલો કરતાં રહીએ છીએ પણ *ચેહર મા છોરૂ કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય..*
આમજ તમારી કૃપાનો અનાધાર વરસાદ વરસાવજો માવડી..
આમજ માનવી વ્યભિચાર કરતો અને માભો બનાવવા માટે કે કંઈક ઊચું પદ પ્રાપ્ત કરવા અને ભૌતિક સુખ સાહ્યબી ને પામવા ચેહર મા  તમને વિસરી રહ્યાં છે. પણ ચેહર મા તમે તો દયાળુ છો...
જ્યાં સત્ય ને સચ્ચાઈ હોય ત્યાં અને દિલની સાચી ભાવના હોય ત્યાં તમે હાજર રહો છો.. શ્રધ્ધા ને વિશ્વાસ માનવ જીવનની ઈશ્વરે બક્ષેલ અમુલ્ય, અણમોલ ખજાનો છે. ભક્તિ એ હ્રદય નો એકતારો છે.. તેને ખોટાં મોભા કે અહંકારની નાવડીમાં ના બેસાડાય...
સાચાં જ્ઞાનનો અભાવ જ મનના ભાવને નિર્મળ નથી રાખી શકાતાં. માટે હે ચેહર  મા અમને દરેક ગલત ભાવથી બચાવશો. અગોતરી જ ચેતવજો. સતત તમારું જ  સ્મરણ રહે તેવી હર ક્ષણ દેજો... ચેહર મા તમારાં ચરણકમળમાં કોટી કોટી પ્રણામ..
ભાવના ભટ્ટ અમદાવાદ....
➖〰️➖〰️➖〰️➖〰️➖

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ